મોયું મોયું મોયું રે, પરનારી સંગાતે મન મોયું;૧/૨

પદ-૧/૨(રાગ :ભાડુ ભાડુ ભાડુ રે નહિ લઉં)

પદ-૩૪૦

મોયું મોયું મોયું રે, પરનારી સંગાતે મન મોયું;

પુન્ય પુરવનું ખોયુંરે, પરનારી સંગાતે મન મોયું.ટેક.

પરત્રિયા જોતાં ને પરધન લેતાં,

પાછું વાળી નવ જોયું રે.પરનારી.૧

જ્ઞાન ગુમાવ્યો ને ધૂળ કમાયો,

નિરર્થક નામ વગોયું રે.પરનારી.૨

ધન જોબન સારૂ ધંધામાં ધાયો,

વ્યર્થ વારી વલોયું રે.પરનારી.૩

સત પુરુષનો સંગ ન કીધો,

પામરમાં મન પ્રોયું રે.પરનારી.૪

નારાયણદાસનો નાથ ભજ્યા વિણ,

ટાણું અમુલ્ય ખોયું રે.પરનારી.૫

મૂળ પદ

મોયું મોયું મોયું રે, પરનારી સંગાતે મન મોયું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી