જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;૨/૨

પદ-૨/૨
પદ-૩૪૧
 
જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;
કાળ આવરદાને ખાય છે રે, જોતાં જોતાં.ટેક.
બત્રીશ દંત તારા ડગવા લાગ્યા,
કેશ કાળા તે ધોળા થાય છેરે. જોતાં જોતાં.૧
આંખે ન દેખે ને કાને ન સુણે,
કાયા કોમળ તે સુકાય છે રે. જોતાં જોતાં.૨
પ્રભુને નામે એક પઇસો ન આપે,
તેને ધુતારા ધુતી જાય છે રે. જોતાં જોતાં.૩
સ્વાર્થ સંબંધી કાંઇ ન દેખે પછી,
વાલા તે વેરી થાય છે રે. જોતાં જોતાં.૪
નારણદાસનો નાથ ભજ્યા વિણ,
ચોરાશીનું વ્યાજ વધી જાય છે.રે જોતાં જોતાં.૫ 

મૂળ પદ

મોયું મોયું મોયું રે, પરનારી સંગાતે મન મોયું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દિનેશભાઈ વઘાસિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભજન આરાધના
Studio
Audio
0
0