જેના ઘરમાં તે કુસંગ પેઠોરે, તેને બારમો રાહું તે બેઠોરે;૧/૨

પદ-૧/૨(રાગ :મારી સાર લેજો અવિનાશીરે)
પદ-૩૪૯
જેના ઘરમાં તે કુસંગ પેઠોરે, તેને બારમો રાહું તે બેઠોરે;
જેની દ્રષ્ટિને દાનત ખોટીરે, તેને બેઠી પનોતી મોટીરે.
જેને અંતર આશય ખોટોરે, તેને અન્ન ધનનો થાય ટોટોરે;
જેનું પરનારીમાં મન મોહ્યું રે, તેણે સુકૃત સઘળું ખોયું રે.
જેણે હરિજન શું કર્યું વેરરે, તેણે દુઃખ થશે બહુ પેરરે;
જેણે દ્રોહ કર્યો હરિજનનો રે, તેને ક્ષય થશે તન ધનનોરે.
જેણે હરિજનને દુઃખ દીધું રે, તેણે મોઢે માગી મોત લીધુંરે;
એવા દુષ્ટને જમ લઇ જાશેરે, સંત નારાયણદાસ પ્રકાશેરે. ૪ 

મૂળ પદ

જેના ઘરમાં તે કુસંગ પેઠોરે, તેને બારમો રાહું તે બેઠોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી