જે હરિજન દેખીને દાઝેરે, તેનાં શિર પર જમ ગણ ગાજેરે;૨/૨

પદ-૨/૨
પદ-૩૫૦
 
જે હરિજન દેખીને દાઝેરે, તેનાં શિર પર જમ ગણ ગાજેરે;
જે હરિજનની કરે હાંસીરે, તેને આપશે જમદૂત ફાંસીરે.
કરે હરિજનનું અપમાનરે, તે તો થાશે સુકર ખર શ્વાનરે;
ચોરી જારી કરે મદ્ય માંસેરે, તે તો લખ ચોરાશીમાં જાશેરે.
જીવ હિંસા કરે ને કરાવેરે, તેનાં દુઃખનો અન્ત ન આવેરે;
કરે કપટ ને દગા ઘાતરે, તેનાં દુઃખની શી કહું વાતરે.
જેણે પ્રભુના ગુણ ન ગાયારે, તે તો દુઃખમાં જાશે તણાયારે;
માટે હરિ ભજો નરનારીરે, કહે નારાયણદાસ વિચારીરે. ૪ 

મૂળ પદ

જેના ઘરમાં તે કુસંગ પેઠોરે, તેને બારમો રાહું તે બેઠોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી