અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;૨/૪

 પદ-૨/૪

પદ-૩૫૨
અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;                            
મારા ઉરમાં આનંદ ઘણો વાધીયો રે.ટેક.
સુખ આપ્યા અલૌકિક આ સમેરે, મહામૂર્તિ મનોહર માવ                    મા.
ઘણા પર્ચા પૂર્યા ઘનશ્યામજીરે, ઘણા ભકતોની પુરી છે હામ.              મા.
ઘણા જીવોને જમથી છોડાવિયારે, ઘણા દુઃખીઓને આપ્યાં છે દામ.     મા
ઘણા વેરી વશ કર્યા વાલમેરે, ઘણા માનીના ઉતાર્યા માન.                 મા.
ઘણા જીવોને અન્નધન આપીયાંરે, ઘણા ભકતોના વાળ્યા છે વાન.      મા.
પરોપકારી પ્રભુજી પધારિયારે, દયા ધારી અધિક દિલ માંય.               મા
મળ્યા નારણદાસના નાથજીરે, મારા મનમાં આનંદ ઉભરાય              મા.
 

મૂળ પદ

પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી