હરિની આ કથા, ટાળે સર્વે વ્યથા ચાલો સંતો ભકતો સર્વે કથા સુણવા ચાલો ૧/૧

હરિની આ કથા, ટાળે સર્વે વ્યથા,
ચાલો સંતો ભકતો સર્વે કથા સુણવા ચાલો...હરિ૦ ટેક.
રખડશો નહિ આમથી આમ, કથા સુણવા બેસોને તમામ,
આવી કથા કયાંથી મળે, સુણે પાપ સર્વ બળે,
અતિ રાજી થાશે વ્હાલો...હરિ૦ ૧
જેણે જેણે કથા સુણી કાન, તે તો સર્વે થયાં ગુણવાન,
સીધો સાદો ને પ્રબળ, મોક્ષ મારગ છે સરળ,
આવો સીધો રસ્તો જાલો...હરિ૦ ૨
નિજ ખામી કથાથી કળાય, સર્વે સ્વભાવો તેથી ટળાય,
કથા સુણે મળે જ્ઞાન, તેથી મળે ભગવાન,
સમય શું બગાડો ઠાલો...હરિ૦ ૩

મૂળ પદ

હરિની આ કથા, ટાળે સર્વે વ્યથા

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી