અક્ષરના વાસીરે અવની આવ્યાછે;૧/૫

 પદ-૧/૫ (રાગ :ગોકુલથી ગીરધરરે મથુરા જઇને રહેતા)

પદ-૩૬૭
અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
            અક્ષરના મુક્તોરે સાથે લાવ્યા છે.        ૧
ભકતોને ભુધરરે મનમાં ભાવ્યા છે;
            માયામાં બળતારે જીવ બચાવ્યા છે.    ૨
બહુ દયા કરીરે દર્શન દીધાં છે;
            નરનારી સૌનેરે પાવન કીધાં છે.          ૩
સુખડાં સાધુનેરે અવિચળ આપ્યાં છે;
            નારાયણદાસનાં રે દુઃખડાં કાપ્યાં છે.   ૪
 

મૂળ પદ

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી