આજ આચાર્ય પધાર્યા રે, હાં સહુ જન હરખે છે વડતાલ દેશનાં, પીઠાધિપતિ ૧/૧

 આજ આચાર્ય પધાર્યા રેહાં સહુ જન હરખે છે...         ટેક.

વડતાલ દેશનાંપીઠાધિપતિ, 
ધર્મધુરંધર પધાર્યા છે...                                                  હાં સહુ જન૦ ૧
માથે લાલ પાઘડીપગમાં છે મોજડી, 
છડીદાર છડી પોકારે છે...                                               હાં સહુ જન૦ ૨
વિધવિધ વાજાવાગે છે જાજા, 
રાજાધિરાજ પધાર્યા છે...                                                હાં સહુ જન૦ ૩
ભકતોને સંતોમોટા મહંતો, 
આચાર્ય સંગે પધાર્યા છે...                                              હાં સહુજન૦ ૪
ઉચી અટારીએમેડીની બારીએ, 
ચડીને નારીએ વધાવ્યા છે...                                          હાં સહુ જન૦ ૫
કહે જ્ઞાનજીવનકરોને દર્શન, 
પ્રભુનાં પુત્ર પધાર્યા છે...                                                હાં સહુ જન૦ ૬
 

મૂળ પદ

આજ આચાર્ય પધાર્યા રે, હાં સહુ જન હરખે છે

મળતા રાગ

મારો સોનાનો, ઘડુલો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી