અક્ષરના વાસી રે અવની આવીયા, ૧/૪

 પદ-૧/૪(રાગ :મોહનને ગમવાને ઇચ્છો માનની)                   

પદ-૩૮૧
        અક્ષરના વાસી રે અવની આવીયા,
        નામ ધર્યું છે સ્વામી સહજાનંદજો;
        પરદુઃખ ભંજન પ્રીત કરી પધારિયા,
                        અવતારી અલબેલો અક્ષરચંદજો.     અક્ષર.૧
        પુર્વમાં પ્રગટ્યા ને પશ્ચિમ આવિયા,
        ગઢપુરમાં દાદાખાચરને ઘેર જો;
        બહુનામી બિરાજ્યા લક્ષ્મીબાગમાં;
                        રમ્યા જમ્યા રંગ રસિયો રૂડી પેરજો.   અક્ષર.૨
        સત્સંગી સર્વેને સુખડા આપવા,
        ધર્મકુમારે ધાર્યો છે અવતારજો;
        દાસ નારાયણ કે'છે આ સંસારમાં,
                        પ્રગટ્યા પોતે અક્ષરના આધારજો.    અક્ષર.૩
 

મૂળ પદ

અક્ષરના વાસી રે અવની આવીયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી