આજે અક્ષરપતિ આવીયારે;મહેર કરી મહારાજ.અક્ષરપતિ.૧/૨

 પદ-૧/૨(રાગ :આનંદ આપ્યો અતિ ઘણોરે)

પદ-૩૮૯
આજે અક્ષરપતિ આવીયારે;મહેર કરી મહારાજ.    અક્ષરપતિ.
ભાવિક ભકતોને ભાવિયારે;લાવિયા સંત સમાજ.   અક્ષરપતિ.
ધર્મ એકાંતિક સ્થાપવારે;આપવા સુખ અપાર.       અક્ષરપતિ.
કોટિક બંધન કાપવા રે;તારવાને નરનાર.              અક્ષરપતિ.
તાપ અમાપને ટાળવારે;બાળવા પાપને આપ.      અક્ષરપતિ.
નારાયણદાસનો નાથજીરે;અધર્મ કરવા ઉથાપ.     અક્ષરપતિ.
 

મૂળ પદ

આજે અક્ષરપતિ આવીયારે;મહેર કરી મહારાજ.અક્ષરપતિ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી