રંગડાનો રસિયો વડતાલ વસીયો શામળીઓ સુખકારીરે;૪/૪

પદ-૪/૪

પદ-૩૯૮

રંગડાનો રસિયો વડતાલ વસીયો શામળીઓ સુખકારીરે;

દેશ વિદેશથી દર્શન કરવા સંગ ભરાય છે ભારીરે.૧

મંદિરની ઘણી શોભા વખાણે અચરજ પામે અપારરે;

પ્રભુનો નિશ્ચે કરી દ્રઢ મનમાં ભક્તિ કરે નરનારરે.૨

પરધન દેખીને પત્થર જાણે પરનારી માત સમાનરે;

માંસ મદિરા મુખમાં ન મેલે ભાવે ભજે ભગવાનરે.૩

પ્રગટ પ્રભુના મહિમાને પેખી નિત્ય નિત્ય વાધે ખુમારીરે;

નારણદાસનો નાથ પધાર્યા અવતારના અવતારી રે.૪

મૂળ પદ

વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી