પ્રેમે પધારોને પ્રભુજી પ્યારા પ્રેમે પધારોને શ્રીહરિ મારા ૧/૧


પ્રેમે પધારોને પ્રભુજી પ્યારા, 
પ્રેમે પધારોને શ્રીહરિ મારા, 
અમારે ઘેર આવો જગદાધાર રાજ...             પ્રેમે ૧
સુંદર ઢોલિડો ઢાળી સેજ બિછાવી, 
વાટલડી જોઉં વ્હાલા બારણીયે આવી રાજ...      પ્રેમે ૨
ભાવે કરીને તારા ભામણિયા લઉં, 
વ્હાલપની વાત વ્હાલા કાનમાં કહું રાજ...         પ્રેમે ૩
ભાવતાં ભોજન પ્રભુ ભાવે જમાડું, 
ભાવથી ભેટી હૈયુ ટાઢેરું પાડુ રાજ...             પ્રેમે ૪
જ્ઞાનજીવનના સ્વામી સહજાનંદ, 
આપ પધારો તો અતિ આનંદ રાજ...            પ્રેમે ૫

 

મૂળ પદ

પ્રેમે પધારોને પ્રભુજી પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પધારોને
Studio
Audio
0
0