આપ્યા આપ્યા પુત્રના પ્રેમે દાન રે કે ધન્ય એના માત પિતા રે લોલ ૧/૧

 આપ્યા આપ્યા પુત્રના પ્રેમે દાન રે, 
કે ધન્ય એના માત પિતા રે લોલ.
ઓળખાવ્યા સંતો વળી ભગવાન રે.. કે ધન્ય૦ ૧
યુગો યુગ ગવાશે કીર્તિ સદાયરે.. કે ધન્ય૦
અન્ન ધન આપે ન પુત્ર અપાય રે.. કે ધન્ય૦ ૨
પોષ્યા પાળ્યા પ્રેમે ભણાવ્યા સંતાન રે.. કે ધન્ય૦
અર્પ્યા અર્પ્યા રાજી કરવા ભગવાન રે.. કે ધન્ય૦ ૩
દાદા દાદી સગા વ્હાલાઓ રાજી થાય રે.. કે ધન્ય૦
દેશ ગામ કુળ કુટુંબ વખણાય રે.. કે ધન્ય૦ ૪
આવું જેને હોય સર્મપણ જ્ઞાન રે.. કે ધન્ય૦
રાજી થાશે સંતો ભકતો ને ભગવાન રે.. કે ધન્ય૦ ૫

મૂળ પદ

આપ્યા આપ્યા પુત્રના પ્રેમે દાન રે

મળતા રાગ

પાયા પાયા વચનામૃતના પાન રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી