વડતાલે વાલો જોવાને ચાલો રંગ રમે હરિ હોળીરે;૨/૨

પદ-૨/૨

પદ-૪૦૭

વડતાલે વાલો જોવાને ચાલો રંગ રમે હરિ હોળીરે;

રંગમાં રમતાને મનમાં ગમતા ચિત્તડું લે છે ચોળીરે.૧

સંત બ્રહ્મચારી વચ્ચે વનમાળી રંગ રમે લઇ પિચકારીરે;

સાધુનાં સંગમાં ને કેસરના રંગમાં અલબેલે હદ વાળીરે.૨

ગગનમાં દેવતા ને પ્રભુને સેવતા ફૂલની વૃષ્ટિ કરેરે;

ઇંદ્ર ને ચંદ્ર મેલીને મંદિર આવીને અંતર ઠરેરે.૩

તણ તણ તણ તણ તાતે બજાવે નારદ ને તુંબરૂ નાચેરે;

રંભા તે થેઇ થેઇ કાર કરે ને ઘણ ઘણ ઘુઘરી ગાજેરે.૪

શેષ ગણેશ ને શીવજી આવ્યા ડમ ડમ ડાક બજાવેરે;

આકાશમાં એવો ઉત્સવ માંડ્યો ગાંધર્વ કીર્તન ગાવેરે.૫

રંગ રમી આવ્યા ને ગોમતીમાં નાહ્યા મંદિર પધાર્યા મોરારીરે;

બાજઠીયો ઢાળી બેઠા વનમાળી ભોજન લાવ્યા બ્રહ્મચારીરે.૬

જીવન જમ્યા ને સંતને જમાડ્યા નવા નવા નેહ વધાર્યારે;

મેહેર કરી મોટી ને કામ કર્યા કોટી અગણિત જીવને ઉધાર્યારે.

ભક્તિના જાયા ભલે ધરી કાયા વિશ્વ વિષે વખણાયારે;

રાયાના રાયા ને લાગી તારી માયા નારણદાસે ગાયારે.૮

મૂળ પદ

આવ્યા આવ્યા આવ્યા પ્રભુજી ગોવિંદ ગઢડે આવ્યારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી