આવોને મારા લેરખડા હરિવર લહેરી.૨/૨

દ-૨/૨ પદ-૪૦૯

આવોને મારા લેરખડા હરિવર લહેરી.
લેરખડા લહેરી તમે લટકંતા આવો, ચટકંતી ચાખડીયો પેરી;
નવરંગી પાઘ રૂડી તોરા ને કલંગી,
તેમાં છોગાં ધરીને સોનેરી.આવોને.
શેરી વળાવું ને સ્વરછ કરાવું, ચોકમાં તે ફૂલડાં વેરી;
અગર ચંદનથી ઓરડા લીપાવું,
ભાત પડાવું ભલેરી.આવોને.
ભાત ભાતના વાલા ભોજન બનાવું, ઘૃત ઘણું સાકર ભેળી;
રસ રોટલી રૂડી કરવાને સારૂ,
વાલા કેરી મંગાવું કણેરી.આવોને.
જમનાનું જળ અતિ વિમળ મંગાવું, ઝારી તે કંચન કેરી;
નારાયણદાસના નાથજી પધારો,
વાલા વાંસળી વજાડતા ઘેરી.આવોને.

મૂળ પદ

આવોને પ્રભુ અક્ષરપતી અવતારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી