વાલા ભક્તિપુત્ર ભગવાન મારે ઘેર આવો;૨/૨

પદ-૨/૨

પદ-૪૧૪

વાલા ભક્તિપુત્ર ભગવાન મારે ઘેર આવો;

મન થાય ઘણું ગુલતાન.મારે.ટેક.

એક આપનો આશરો બીજાનો તો નહી;

વરી હું તમને વાલમા હવે દાસી થઇ.મારે ઘેર.૧

અનેક જન્મના પુણ્યથી પામી આપને આજ;

ચૌદ ભુવનના ચોકમાં મારી રહી છે સર્વે લાજ.મારે ઘેર.૨

સંસાર સુખ તે વિખ થયું ને જગ થયું છે ઝેર;

કામ ક્રોધને કહાડીયા બાંધ્યું પંચ વિષયથી વેર.મારે ઘેર.૩

તન ધન જાય તો જવા દઉ કાં થનાર હોય તે થાય;

તોપણ બીજાને નહીં માનુ કાં મસ્તક મારૂં જાય મારે ઘેર.૪

ભવાબ્ધિ ફંદ મટાડીયો વાળ્યું જમનું વેર;

ચોરાશીનું ચુક્વીયું આજ મોહન કિધિ મહેર.મારે ઘેર.૫

સુખસાગર ઉભરાય છે અમૃત વરસ્યા મેહ;

સાકરના કરા પડ્યા કીધો નટવર સાથે નેહ.મારે ઘેર.૬

મનના મનોરથ પુરીયા તનના ટાળ્યા તાપ;

નારણદાસ નિર્ભય થયા સ્વામી સહજાનંદ પ્રતાપ.મારે ઘેર.૭

મૂળ પદ

અવનીપર આઠે જામ ગઢપુર ગાજે છે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી