અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે. ૧/૧

 પદ-૧/૧(રાગ :નંદલાલા અમેં તો તારા દાસડીયા)

પદ-૪૧૫
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.                   અક્ષર.
પાઘ બંધાવું ને હાર પેહરાવું ભ્રમર ભમે રૂડા તોરણીયે.અ.      
મોંઘા મોતિનો રૂડો થાળ ભરાવું વાલા વધાવું રૂડાં ફૂલડીએ.    અ.
મંદિર આવોને હેરીને બોલાવો વાલા હરો ચિત્ત વાતડીએ.       અ.
નારાયણદાસના નાથ દયાળુ પ્યારા પધારો ચઢી ચાખડીએ. અ.

મૂળ પદ

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી