શ્રીજી મહારાજ મારે મંદિરે આવો વાલા પુછું એક વાતડી, ૧/૨

પદ-૧/૨(રાગ :સીમાડે ના જાશો વરરાજા)

પદ-૪૨૮

શ્રીજી મહારાજ મારે મંદિરે આવો વાલા પુછું એક વાતડી,

રાજી થઇને રહો રાતડી મુખ જોઇને ઠરે છાતડી;

હું છું અબલા રાંક જાતડી.૧

હાર પેરાવું ને મોતિડે વધાવું મને પોતાની કરી થાપજો,

દાસી જાણીને દુઃખ કાપજો મારી છાતીમાં ચરણ છાપજો;

સંત સમાગમ સુખ આપજો.૨

કામણગારા મને લાગો છો પ્યારા આજ અલૌકિક લાવો લીજીએ,

વાલપણાની વાતો કીજીએ પય સાકર ઘોળી પીજીએ;

જે માગો તે આણી દીજીએ.૩

ધર્મના છોરા મેલીને તોરા પ્રેમથી પ્રભુજી પધારશો,

સેવકનાં કારજ સુધારશો વાલાજી વા'લપ વધારશો;

નારાયણદાસને ન વિસરશો.૪

મૂળ પદ

શ્રીજી મહારાજ મારે મંદિરે આવો વાલા પુછું એક વાતડી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી