માણકી હું રે તુજને પુછું એક વાતલડી, ૧/૧

પદ-૧/૧(શ્રી સહજાનંદ સ્વામીના દાસજીરે)

પદ-૪૩૫

માણકી હું રે તુજને પુછું એક વાતલડી,

કેને આવાં શાં તે કીધાં ભારે પુન્યરે.મોહનને વાલી માણકીરે.

માણકી ધન્ય તારી પેલા ભવની પ્રીતડીરે,

તારા તપજપમાં નથી કાંઇ ન્યુનરે.મોહનને.૧

માણકી રંગે રાતી કેસર જાતિ જાણવીરે,

માણકી શણગારમાં શોભે સુરજ તુલ્યરે.મોહનને.

માણકી રૂપે રૂડી તેજે પુરી જાણવીરે,

ઉપર પલાણ ઓપે છે અદકે મુલ્યરે.મોહનને.૨

શોભે ઘુઘરમાળ મોતીહાર કંઠમાંરે,

ઝળકે લેલાવટીએ હીરામણી સારરે.મોહનને.

માણકી મન વેગી ને તાજન તિખી જાણવીરે,

જેના સહજાનંદ સ્વામી અસવારરે.મોહનને.૩

અતિ આનંદ લીધો છે અક્ષર નાથનોરે,

જેનો મહિમા મોટા મુનિજનો ગાયરે.મોહનને.

નારાયણદાસ કહે છે શ્રીજીના પ્રતાપથીરે,

માણકી ઘોડી આખા વિશ્વમાં વખણાયરે.મોહનને.૪

મૂળ પદ

માણકી હું રે તુજને પુછું એક વાતલડી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી