પ્રભુ મારે તાહરો આધાર, ૧/૧

પદ-૧/૧

પદ-૪૪૪

પ્રભુ મારે તાહરો આધાર,

દિન જાણી દયા આણી દુઃખ હરો.મારા રાજ.

સુખ આપો શ્રીજી મહારાજ,

મમવાણી મહેર આણી કાન ધરો.મારા રાજ.૧

ગજે કર્યો અડધો ઉચ્ચાર,

વહાંરે ચઢ્યા બંધ છોડ્યા સુખી કર્યો.મારા રાજ.

તારી તમે ગુણીકા જેવી નાર,

અજામેળ પાપીનો ઉદ્ધાર કર્યો.મારા રાજ.૨

રાજ તમે દુર કરો દાઝ,

દાઝ થકી મારૂ નથી જોર નકી.મારા રાજ.

છોડું નહિ છોને ફૂટે લોક,

નારાયણદાસ કહે વાત નકી.મારા રાજ.૩

મૂળ પદ

પ્રભુ મારે તાહરો આધાર,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી