જગની માયા જુઠીરે મનવા માન કહ્યું તું મારૂં;૧/૨

પદ-૧/૨(રાગ :નિશ્ચે રે'વું નથીરે માથે મોત ઝપાટા મારે)
પદ-૪૪૬
 
જગની માયા જુઠીરે મનવા માન કહ્યું તું મારૂં;પલમાં જાવું ઉઠીરે મનવા માન કહ્યું તું મારૂં. ટેક 
જોબન જાશે વૃદ્ધ થવાશે કરમાઇ જાશે કાયા;ડોસાને દુઃખ પડવા લાગ્યું જાયા માગે માયા. જગની.
પાળી પોષી મોટા કીધા પુત્રને પરણાવ્યા;પ્રભુને વિસારી બેઠો અંતે જમરા આવ્યા. જગની.
ક્રોડપતિની કાયા વિષે તાવ કદી જો આવે;સોના રૂપાં શું કરવાનાં અન્ન જરી ના ભાવે. જગની.
નાશવંત માયામાં મોહ્યો અવિનાશીને ભૂલ્યો;કાળ નગારાં ગડ ગડ વાગે ફોગટ શાને ફૂલ્યો. જગની.
મળ મુતરનો દેહ ભરેલો મુરખડા શું મોહ્યો;દાસ નારાયણ હરિ ભજ્યો નહિ એળે અવસર ખોયો. જગની. 

મૂળ પદ

જગની માયા જુઠીરે મનવા માન કહ્યું તું મારૂં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી