કેવળ કાયા કુડીરે જાશે એક પલકમાં ઉડી;૨/૨

પદ-૨/૨
પદ-૪૪૭
 
કેવળ કાયા કુડીરે જાશે એક પલકમાં ઉડી;
જુઠી માયા જુઠીરે જાશે એક પલકમાં ઉડી.                       ટેક.
કાયા તારી કંકુ જેવી રૂડી ને રૂપાળી;
મુઆ પછી તો ઘડી ન રાખે દેશે દાટી બાળી.             કેવળ.
બાગ બંગલા બેસ બનાવ્યા ઊંડા પાયા નાખી;
કાયાનો છે કાચો પાયો તે ખબર ના રાખી.               કેવળ.
કાયા સારૂ કપટ કરીને પરધન પાપી લાવ્યો;
સાધુની વાતો સાંભરવા એક ઘડી ના આવ્યો.            કેવળ.
કાચી કાયા જુઠી માયા પાણીનો પરપોટો;
મરવાનું છે એક પલકમાં કોણ છે નાનો મોટો.            કેવળ.
પંચભૂતનો દેહ બન્યો તે જ્યારે ત્યારે પડશે;
દાસ નારાયણ સાચુ કે'છે પાપ કર્યા તે નડશે.            કેવળ. 

મૂળ પદ

જગની માયા જુઠીરે મનવા માન કહ્યું તું મારૂં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી