મુરખ મનમાં વિચાર કોને તુ વળગ્યો ને તારૂ કોણ છેરે; ૧/૧

પદ-૧/૧

પદ-૪૪૯

મુરખ મનમાં વિચાર કોને તુ વળગ્યો ને તારૂ કોણ છેરે;

જગનો જૂઠો છે વ્યવહાર અજ્ઞાની માયામાં આટા લુણ છેરે ટેક.

પરદેશી પરોણા આવ્યા સાંભળ મારી વાત;

ચાર ઘડી વિસરામ કરીને પરવરિયા પરભાત.મુરખા.૧

વ્રુક્ષ ઉપર પક્ષી બેઠાં ત્યાં કરી નિવાસ;

અર્ધઘડી ભેળા બેસી ઉડી ગયાં આકાશ.મૂરખા.૨

જુઠા બાંધવ દીકરા ને જુઠાં પિતા માત;

એક પલકમાં અળગાં રહેશે, મારગનો સંગાત.મુરખા.૩

એક પલકમાં ઉઠી જાવું રેવાની શી આશ,

એટલા સારુ હરિ ભજી લ્યો, કે'છે નારાયણદાસ.મુરખા.૪

મૂળ પદ

મુરખ મનમાં વિચાર કોને તુ વળગ્યો ને તારૂ કોણ છેરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી