માત પિતા બંધુ ને બેની સુત કળત્ર સારૂજી, ૪/૪

પદ-૪/૪

પદ-૪૬૫

માત પિતા બંધુ ને બેની સુત કળત્ર સારૂજી,

પાપ કરી જન્મારો ખોયો અંતે બગડ્યું મારૂજી.૧

જેને અર્થે છાનાં છતાં પાપ કર્યા મેં હાથેજી,

તે તો ત્યાંનાં ત્યાં રહ્યાં ને પડયું મારે માથેજી.૨

સગાં સંબંધી રાજી કરવા દગા કર્યાને ઘાતોજી,

ન માની સાધુની સાચી હરિ ભજ્યાની વાતોજી.૩

આ જગાએ કોણ આપણું કોને દુ:ખડાં કહીએજી,

દુઃખના ડુંગર માથે ઉગ્યા, નાશીને કયાં જઇએજી.૪

મૂળ પદ

રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી