જમદૂત કહે સુણ ભાઇ, એને સંભારે શું થાય આંહી;૧/૨

પદ-૧/૨
પદ-૪૬૬      
 
જમદૂત કહે સુણ ભાઇ, એને સંભારે શું થાય આંહી;એતો રહ્યાંછે ત્યાંયનાં ત્યાંયે, તારે અર્થ આવ્યું નહિ કાંયે.
જ્યારે હતો તું જીવતો ત્યાંય, ત્યારે વિચાર્યું નહિ મન માંય;સાચા સંતની શિખ ન માની, સત્ય બોલ્યો નહિ એક આની.
તે તો જમપુરીને જુઠી જાણી, ધર્મરાયની બીક ન આણી;એમ કહીને મારે ઘણો માર, જમદુતનું જોર અપાર.
લઇ ભાલને મોટા મુશળ, મારે મોગરી ને મુગદળ;તેહ નગરના રહેનાર, આવ્યા લાગ જ લેવા અપાર.
કર્યું હોય જો પુન્ય પાછળ, આપ તેમાંથી ચાલ આગળ;આપી લાગ ને નિસર્યો બહાર, દુઃખદાયક દક્ષિણ દ્વાર. ૫ 

મૂળ પદ

જમદૂત કહે સુણ ભાઇ, એને સંભારે શું થાય આંહી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી