એમ કરતાં અઢીમાસ થાય, ત્યારે ગાંધર્વ પુરમાં જાય;૧/૨

પદ-૧/૨(રાગ :ચોપાઇ)                  પદ-૪૭૨
એમ કરતાં અઢીમાસ થાય, ત્યારે ગાંધર્વ પુરમાં જાય;
આપી લાગને નિસર્યો બહાર, ચાલ્યો વિકટ વાટ મોઝાર.
સંગે કિંકર મારે છે માર, દિયે દુઃખજ અપરમપાર;
અતિ ઉતાવળો ચલાવે છે, ન ચાલે તો ગળું દબાવે છે.
ચાલી ચાલી વિત્યા ત્રણ માસ, આવ્યો શૈલાગમપુર પાસ;
ત્યાં તો પા'ણાનો વરસાદ થાય, અતિ પાપી કરે હાય હાય.
આપ્યું હોય છત્ર તથા ઘર, તો આ દુઃખ થકી ઉગર;
પછી પંથમાં પ્રાણી જાય, ત્યારે માસ પુરા ચાર થાય.
એટલે ત્યાં આવ્યું કરપૂર, ત્યાંના રહેવાસી ક્રૂર જરૂર;
તે તો નમેરા ને નથી મેર, લોહી માંસ પીએ બબે શેર.
 

મૂળ પદ

એમ કરતાં અઢીમાસ થાય, ત્યારે ગાંધર્વ પુરમાં જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી