શત જોજન જેનો વિસ્તાર કહિએ, પાચ પરૂને લોહી વહે છે રે રામ. ૧/૧

પદ-૧/૧(રાગ :સ્વર્ગની નિસરણી પ્રમાણે)

પદ-૪૭૪

શત જોજન જેનો વિસ્તાર કહિએ, પાચ પરૂને લોહી વહે છે રે રામ.

કેશ ને માંસનું કીચડ જેમાં, મગરને મચ્છ રહે છે રે રામ.૧

ભેખડો મોટી મોટી હાડકાંની છે, બીહામણીને ભયંકારીરે રામ;

પાપી તે જાણી કડકડવા લાગે કીટ કઠણ તેમાં ભારીરે રામ.૨

લાંબી તે ચાંચોવાળી ગરધેલો ઉડે ને કાગડા કોટીકોટી ભમેરે રામ.

જળાઓ કાચબા સર્પોને ને વિંછી દુરાચારીનો દેહ દમે રે રામ.

એવી નદીમાં પાપી જીવ પડે છે, ઘાંટો કાઢીને રાડ્યો પાડેરે રામ;

ઓ મારા બાપા મને આ દુઃખમાંથી, પ્રભુવિના કોણ કહાડેરે રામ.

નથી ખમાતું ને નથી વેઠાતું દુઃખ કહ્યું નથી જાતું રે રામ;

નારણદાસ કહે નહિ પડે જુઠું માની લેજો સાચીવાતુ રે રામ.૫

મૂળ પદ

શત જોજન જેનો વિસ્તાર કહિએ, પાચ પરૂને લોહી વહે છે રે રામ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી