અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;૧/૪

    પદ-૪૭૫
અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;
ગાયતણું જેણે દાન કર્યું હોય તે ઊતરશે તીરેજી.     ૧
આ સરિતા અપરાધીને દુઃખ દેવા બનાવીજી;
તારા જેવા પાપી પ્રાણી તેને આગળ આવીજી.       ૨
અભાગીયાને ત્યાંથી લઈને તાડન કરતાં ચાલ્યાજી;
એવા બીજા પાપી જીવને જમને દૂતે ઝાલ્યાજી.      ૩
કેટલાક પાપી જીવને જમરા ઉંધે મસ્તક તાણેજી;
માથા ઉપર મુદગળે મારે મહેર કશી ના આણેજી.   ૪
છાતિમાં સોયા ઘોંચે ને ગુઠણ ભાંગી નાંખેજી;
દાસ નારાયણ કે'છે જમને કોણ વાળી રાખેજી.      ૫ 

મૂળ પદ

અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી