એમ કહીને ચઢી જમ ફોજ, કહે મારોને માર ઘણોજ ૧/૧

 પદ-૧/૧(રાગ:ચોપાઇ)                  પદ-૪૮૧

એમ કહીને ચઢી જમ ફોજ, કહે મારોને માર ઘણોજ
એણે જન્મીને શું ભલું કીધું, નથી નામ પ્રભુજીનું લીધું.
એની જીભ ખેંચી કહાડો બ્હાર, હરિગુણ ન ગાયા લગાર
આંખ્યો ફોડો ને ત્વચાને તોડો, ગળું દાબીને સાંધા વછોડો.
એનાં વૃષણ નાખો જ ભાંગી, એને પ્રભુની બીક ન લાગી
એને અગ્નિમાં ઉંધો તાણો, એણે માલ પરાયો આણ્યો.
એણે જમ પુરીને જુઠી જાણી, એણે પરનારી પૂરણ માણી
એને છાતિમાં છરા લગાવો, એને ઉંધે માથે લટકાવો.
નથી એકાદશી વ્રત કીધું, વળી પરધન ચોરીને લીધું.
દઇ દઇ પાપનાં એંધાણ પછી માર મારે જમરાણ.
 

મૂળ પદ

એમ કહીને ચઢી જમ ફોજ, કહે મારોને માર ઘણોજ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી