પાપીને પરવેશ કરાવે યમ નગરની માંય;૩/૪

પદ-૩/૪

પદ-૪૯૫

પાપીને પરવેશ કરાવે યમ નગરની માંય;

લોઢાને દરવાજે થઇને પાપીને લઇ જાય.૧

શ્વાન સિંહ ને સર્પો મોટા મળે ઘણા મારગમાં;

લોહ ગોખરૂ અતિ આકરા વાગે છે તે પગમાં.૨

બીહામણી નગરી દીશે છે મહા ભયંકર ભારી;

ગરજ ગીધ ને ઉલુક બોલે ક્રૂર શબ્દ ઉચ્ચારી.૩

રાજ મહોલ વજ્રના મોટા લોઢાને કમાડે;

લોઢાના ખીલા અણિયાળાં પાપીનું તન ફાડે.૪

મૂળ પદ

શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી