ચિત્રગુપ્ત કહે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય;૧/૨

પદ-૧/૨(ચોપાઇ)
પદ-૪૯૭
 
ચિત્રગુપ્ત કહે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય;હરિ કથા ન સાંભળી કાન.અતિ સાંભળ્યું વિષય ગાન.
નેત્રે નિખર્યા નહિ ભગવાન, પરનારી જોવા ગુલતાન;ત્વચાએ ત્રિયા સ્પર્શ કીધો, સંત ભકતનો અવગુણ લીધો.
જીહ્યાએ હરિ ગુણ ન ગાયા, તિર્થ માર્ગે પગ ચલાયા;નાસિકાએ કુવાસના લીધી, હરિ સેવા કરે નવ કીધી.
જે જે વડે થાય શુભ કર્મ, તે તે વડે કીધો જ અધર્મ;એવું સુણી બોલ્યા ધર્મરાય, સુણ પાપી તેં કીધો અન્યાય. ૪ 

મૂળ પદ

ચિત્રગુપ્ત કહે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી