જમ કિંકરો પછી જીવને લઇને, બાંધીને ચાલ્યા અપારરે રામ.૧/૨

પદ-૧/૨(રાગ :સ્વર્ગની સીડીનો)
 
જમ કિંકરો પછી જીવને લઇને, બાંધીને ચાલ્યા અપારરે રામ.
માર અખાડામાં ઉભો કરીને, મારવા માંડ્યો છે મારરે રામ.
તાડન કરવા આયુધ લાવ્યા, અગ્નિમાં તેને તપાવ્યારે રામ.
આંખોને કાન મોઢું બાળી મુકીને, પાપ કરેલાં બતાવ્યાંરે રામ.
કૂડ કપટ દગા ઘાતો કરેલી, તેનાં એંધાણ આપી મારેરે રામ.
તેલ કઢામાં પછી તન તળેછે, પલે કોણ ઉગારેરે રામ.
હાથ હથેલીમાં ખીલા ચોડે છે, ગોઠણને ઘૂંટી ભાંગેરે રામ.
આંખોમાં ઉના ઉના ગજ ઘાલે છે, લુચ્ચાને લાહ્ય ઘણી લાગેરે.રામ.
સાણસી વડે જીભ ખેંચી કાડેછે, વિષયની વાતો ઘણી કરતોરે રામ.
શિશુ ઉકાળીને શ્રવણમાં રેડે, ગ્રામ વાતો સાંભરતો રે રામ. 

મૂળ પદ

જમ કિંકરો પછી જીવને લઇને, બાંધીને ચાલ્યા અપારરે રામ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી