અતિ અદભુત છબી અવલોકી આજે૪/૪

૬ ૪/૪

અતિ અદભુત છબી અવલોકી આજે,

અવલોકી આજે જોઇ કંદર્પ લાજે. અતિ. ટેક.

કટીલંક જોઇ મૃગરાજ ખસ્યો છે,

લજીત થઇને તે તો વનમાં વસ્યો છે રે. અતિ. ૧

રૂપાળા ઉરૂ છે રંભા થંભ આકારે,

જુગલ જાનુ ને પિંડી પ્રેમી સંભારે રે, અતિ. ૨

કાંડા કમનીય પાની ઘુંટી પદ પષ્ટ,

આંગળી નિરખી થાય ભવ દુઃખ નષ્ટ રે. અતિ. ૩

ચરણ તળામાં સોળે ચિન્હ હું ધારૂં,

જગાદીશાનંદ કહે તેને નિત્ય સંભારૂ રે. અતિ. ૪

મૂળ પદ

પ્રભાતે ઉઠીને પ્રભુજીને પ્રથમ સંભારૂં,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી