કરી કૃપા અતિ, વ્હાલા સંતપતિ અતિ અતિ અતિ, સુધારી મારી મતિ ૧/૪

કરી કૃપા અતિવ્હાલા સંતપતિ, 
અતિ અતિ અતિસુધારી મારી મતિ, 
વ્હાલા મારે થતીભૂલ બહુ હતી, 
રહી હવે જતીહવે નથી થતી... કરી૦ ૧
પ્યારા તારો પ્યારમળ્યો છે અપાર, 
ભકિતના કુમારહૈયા કેરા હાર, 
કરીને સ્વીકારવ્હાલા મારો પ્યાર, 
સુખડુ અપારઆપો છો આ વાર... કરી૦ ૨
કાળના રે કાળહરિ ભકિતબાળ, 
મુજ પ્રતિપાળછબિ સુખજાળ, 
મારા રખવાળપ્રભુ તતકાળ, 
છોડાવી જંજાળ,ઉગાર્યો જ્ઞાન બાળ. કરી૦ ૩

મૂળ પદ

કરી કૃપા અતિ, વ્હાલા સંતપતિ

મળતા રાગ

પીયુડા ઓ પીયુડા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી