અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે ૧/૧

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય;
	પંડિત રંક ને રાય કે, હાં રે લાખુ લખપતિ હોય...ટેક.
કુંભ કાચો કાયા જાણવી રે, તેનો નહિ નિરધાર;
	નાશ પામે પળ એકમાં, કરીએ કોટિ પ્રકાર...અંતે૦ ૧
માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોય;
	અંતસમે સંગાથમાં, પુણ્ય પાપ જ હોય...અંતે૦ ૨
મોટા મોટા તો મરી ગયા રે, છોટા મન મલકાય;
	મરણ તો સ્વપ્ને ન સાંભરે, અતિ ઉર હરખાય...અંતે૦ ૩
બાંધવને બાળી આવીને રે, ભાઈ સંભાળે ભાગ;
	મિલ્કતનો તે માલિક બને, એ આશ્ચર્ય અથાગ...અંતે૦ ૪
પસ્તાવો લેશ પામે નહિ રે, ઉર નહિ અફસોસ;
	અવિચળ જાણી મંડયો રહે, ઉર એ જ આલોચ...અંતે૦ ૫
નિત્ય જ્યાં નોબતો વાગતી રે, રુડા રાગ સદાય;
	એ સ્થળ આજ ઉજ્જડ પડયાં, જોયાં નજરે ન જાય...અંતે૦ ૬
એ જોઈને ઉદાસી અતિ રે, મને આવે છે ઉર;
	આ લોકમાંથી ઊઠી જવું, એ તો જાણો જરૂર...અંતે૦ ૭
મરણ છે માથે માણસને રે, ખરેખરું ખચીત;
	જગદીશાનંદનું તે થકી, ક્યાંય ચોંટયું ન ચિત્ત...અંતે૦ ૮
 

મૂળ પદ

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

મળતા રાગ

પરજીયો

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0