બંકા બિહારીલાલ બંકા જગતમાં બંકા બિહારીલાલ બંકા, ૧/૧

૪૯ ૧/૧ રાગ – હોરી

બંકા બિહારીલાલ બંકા જગતમાં બંકા બિહારીલાલ બંકા,

જેણે જગન કરી સર્વ જગતમાં દીધા સુજશના ડંકા, જગત-૧

દુર્ગપુરીમાં યજ્ઞ કર્યા પણ કીર્તિ પહોંચી ઠેઠ લંકા, જગત-૨

યજ્ઞ મહોત્સવ જોઇ જગતમાં રાજી થયા છે રાય રંકા, જગત-૩

સ્થાપી મુરતીયું ત્રણ્યે મનોહર આપે થઇને નિશંકા, જગત-૪

હરિજનો પર હેત જ આણી કીધા છે પ્રેમના પાઠંકા, જગત-૫

આરે જગનમાં ન આવી શકયો તેણે ભાવેથી સુણ્યા ભણંકા, જગત-૬

બંકાપણુ પોતે ડંકા દઇને કર્યુ આપે બનીને અટંકા, જગત-૭

જગદીશાનંદ કહે જોઇ શીતળ થયો જેવો શીતળ છે મયંકા જગત-૮

મૂળ પદ

બંકા બિહારીલાલ બંકા જગતમાં બંકા બિહારીલાલ બંકા,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી