કપટ ના રાખુ એક રતિ હે નાથ મને આપજો એવી મતિ૧/૬

 

કપટ ના રાખુ એક રતિ, હે નાથ મને આપજો એવી મતિ, 
ભૂલો ભલે મારે થતી, હે નાથ મારે કપટને રાખવું નથી... ટેક.
કપટી સંત નથી ગમતા તમને રે, કપટીને જાણો કુમતિ.. હે નાથ૦ ૧
કરો કૃપા હરિકૃષ્ણ એવી રે, કપટથી ડરુ હું અતિ.. હે નાથ૦ ૨
મોટા સંતને દેતા હૈયુ રે, ચોરી ના કરુ એક રતિ.. હે નાથ૦ ૩
જ્ઞાનજીવનના પ્રીતમપ્યારા રે, તમે જ એક મારા પતિ.. હે નાથ૦ ૪

મૂળ પદ

કપટ ના રાખુ એક રતિ

મળતા રાગ

હરિ હૈયાના હાર છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી