અજાન બાહું ઓપતા ભાળીને ભુજદંડ મનડું માને છે.૨/૪

 ૧૦૭ ૨/૪

અજાન બાહું ઓપતા ભાળીને ભુજદંડ મનડું માને છે.
જુગલ હથેળીમાં દીસે રેખાઓ શામ અખંડ                  મન .૧
આંગળીયો ચોળા ફળી છે નખ મણીયો સમલાલ,
ઉપડતી છાતી વિશે શોભે મોતીની માળ                      મન.ર
વક્ષસ્થળમાં શોભતું શ્રી વત્સ તણું છે ચિન્હ
સંત હરિજન સર્વનાં તેમાં થાયે મન લીન.                  મન.૩
સુંદર ઉદર વિષે લસે વર ત્રિવળી ત્રિવેણી રૂપ,
જોઇ નાભી ગંભીરને જગદીશ થયો તદરૂપ.                મન. ૪
 

મૂળ પદ

ભકિત ધર્મ સુત શ્રી હરિ ગોંડળવાસી ગુણવંત,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી