મન માન કહ્યુંતું મારૂં, તે કામ બગાડયું તારૂં.૧/૨

રાગ બનજારો-ઇંગ્રેજી ઢબનો

૧૬૯ ૧/૨

મન માન કહ્યુંતું મારૂં, તે કામ બગાડયું તારૂં. ટેક

તું મારગ મુકી ચાલ્યો, બહુ ફોકટ ફુલ્યોફાલ્યો,

મહા વિષય વ્યાલ તે ઝાલ્યો, કર્યુ અઘટીત,

તજી શુભ રીત, વિચારે ચિત્ત સુઝે તો સારૂ. મન.૧

સત્ય વચનો લાગે કડવાં, અવળે રસ્તે આથડવા,

ભવસાગરમાં ફરી પડવા, ઉપાય અપાર,

કરે નિરધાર, થઇને ત્યાર, ન લેશ વિચાર્યુ. મન. ર

તું આવ્યો તો શા માટે, તેનો ન મળે ઉચાટે,

લઇ જાશે વસમી વાટે, હવે કયાં જઇશ,

ફજેત જ થઇશ, વિચારી રહીશ, નથી મટનારૂં. મન. ૩

કદી સંતપુરુષની સેવા ન કરી તેં મહા સુખ લેવા,

બહુ ખાધા મીઠા મેવા, ધરી અભિમાન,

સુણ્યું નહિ જ્ઞાન, કદી પણ કાન, ગણીને પ્યારૂં. મન. ૪

સત્સંગ ન સુખ પ્રદ જાણયો, મનગમતી મોજું માણયો,

વંઠેલે ખુબ વખાણ્યો, કહે જગદીશ હું સત્ય કહીશ,

તે તોં અહોનિશ કર્યુ મન ધાર્યુ. મન. પ

મૂળ પદ

મન માન કહ્યુંતું મારૂં, તે કામ બગાડયું તારૂં.

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય


Studio
Audio
0
0