કુંડળમાં આજ, આવ્યા મહારાજ સંતો ભકતો, મુક્તો સાથે સહજાનંદ શ્યામ ૧/૧

કુંડળમાં આજ, આવ્યા મહારાજ, સંતો ભકતો, મુક્તો સાથે સહજાનંદ શ્યામ...       ટેક.
ઉત્સવમાં આજ, બિરાજે મહારાજ, કરોડો જીવોના આજ કરવા છે કામ..            કુંડળમાં૦ ૧
દેવા મોક્ષદાન, બેઠા ભગવાન, દર્શન કરતા સૌના ટળે દુઃખડા તમામ..            કુંડળમાં૦ ૨
સર્વોપરિ શ્યામ, મારો ઘનશ્યામ, જીવ, ઇોંેંર, બ્રહ્મકોટી રટે એનું નામ..          કુંડળમાં૦ ૩
ધરો હરિ ધ્યાન, ભૂલી દેહ ભાન, મૂર્તિ કેરા મહાસુખમાં ડુબોને તમામ..             કુંડળમાં૦ ૪
મળ્યો છે આ મોકો, રખે તમે ચૂકો, લેજો લેજો લાવો આજે ધરી હૈયે હામ..              કુંડળમાં૦ ૫
મૂર્તિ હૈયે રાખો, બીજુ કાઢી નાખો, રાખો હરિ મૂર્તિમાં જ વૃત્તિ આઠો જામ..           કુંડળમાં૦ ૬
મુકો ખટ પટ, મોક્ષ થાશે ઝટ, જ્ઞાનજીવન કહે મળશે સહજમાં ધામ..              કુંડળમાં૦ ૭ 

મૂળ પદ

કુંડળમાં આજ, આવ્યા મહારાજ

મળતા રાગ

કુંડળમાં નાથ, આવ્યા સંતો સાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી