પડવે શ્રી પુરુષોત્તમ રાય કે પ્રીતમ પરહરિ રે લોલ, ૧/૧

૨૨૩ ૧/૧ રાસ ગરબી

તીથીઓ વિષે-પદ ૧ લું

પડવે શ્રી પુરુષોત્તમ રાય કે પ્રીતમ પરહરિ રે લોલ,

વાલમ જઇ વસીયા દુર દેશ કે ચિત્ત કઠણ કરી રે લોલ. ૧

બીજે બહુ અકળમણ થાય કે વ્યાકુળ વિનતા રે લોલે,

શ્રી ઘનશ્યામ વિના અહોનિશ રહે અતિ દીનતા રે લોલ. ર

ત્રિજે ત્રિનય નરીપુ મદગંજ કે રંજન સંતાન રે લોલ

કયારે દિવસ દેખીશ નાથ કે આ દુઃખ અંતના રે લોલ. ૩

ચોથે ચંદ સરીખું મુખ કે તે નિત સાંભરે રે લોલ,

અંતર આકુળ વ્યાકુળ થાય કે ધિરજ નવ રહે રે લોલ. ૪

પાંચમ પુરમ પાપનુંમુળ કે દુઃખ પ્રદને થઇરે લોલ

વિરહાનળની અતિ તન લાય કે બહુ બળતી રહી રે લોલ. પ

છઠે છેલ છબીલો શામ કે તે નવ વીસરે રે લોલ,

પરવશ પ્રાણ પડયાં તન માંય કે તે કેમ નિસરે રે લોલ. ૬

સાતમે સાયર દુઃખના સાત કે તે સૌ રેલીયા રે લોલ,

પોતે પીયુ ગીયા પરદેશ કેઅમને મેલીયાં રે લોલ. ૭

આઠમેં અષ્ટ ત્રીયાનાં કાંત કે, શાંત મને કરે રેલોલ,

દરશન દઇને દીન દયાળ કે, દુઃખ સરવે હરે રે લોલ. ૮

નોમે નામ રટુંદિન નીશ કે, જપ માળા ગ્રહી રે લોલ,

મુરતી ચોટી ચિત્તડા માંય કે, તે વિસરે નહિ રે લોલ. ૯

દશમે દીન બંધુ ભગવાન કે, અરજી સાંભળો રે લોલ,

પ્રેમી જનનો જોઇને પ્રેમ કેં પ્રભુ વેલા મળો રે લોલ. ૧૦

ઉત્તમ આજ એકાદશી વૃત કે, કરું તમ કારણે રે લોલ,

રસિયા સાંભરો ત્યારે ચિત્ત કે નવ રહે ધારણ રે લોલ. ૧૧

બારસે બાપૈયા ની પેઠકે, પીયુ પીયુ રટું રે લોલ,

શોકે શરીર સુકાતું જાય કે, નિત ઘટમાં ઘટું રે લોલ. ૧ર

તેરશે તમશું લાગેલ તાન કે, કરું ગુણગાનને રે લોલ,

છો મુજ વૃત્તિ દોર પતંગ કે ધરું નિત ધ્યાન ને રે લોલ. ૧૩

ચૌદસે ચૌદ બ્રહ્માંડનાં નાથ કે, કહું કર જોડાને રે લોલ,

આશા પૂરણ કરીને નાથ કે, પુરો મુજ કોડ ને રે લોલ. ૧૪

પુનમે શ્રી પુરુષોત્તમ રાય કે, અરજી સાંભળી રે લોલ,

દીધાં દરશન કહે જગદીશ કે સૌ પિડા ટળી રે લોલ. ૧પ.

મૂળ પદ

પડવે શ્રી પુરુષોત્તમ રાય કે પ્રીતમ પરહરિ રે લોલ,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી