અનુભવીને અંતરે ઉત્સાહ ભારી રે ૧/૧

અનુભવીને અંતરે ઉત્‍સાહ ભારી રે, ફરે અતિ આનંદમાં હરિ મૂર્તિ ધારી રે.                        અ. ૧

પુરણ બ્રહ્મને પેખીને રહે પ્રેમ ખુમારી રે, આઠો પોર ન ઉતરે, કોઈની ઉતારી રે.                અ. ર

આશકિતયો આ લોકની સરવે વિસારી રે, ચિત્ત હરિચરણે ધરી, ભજે બ્રહ્મ વિહારી રે.       અ. ૩

ભય ન માને કાળનો હૈયેથી હારી રે, જગદીશાનંદ કે મનમાં, રહે ખુદ મુરારી રે.                 અ. ૪. 

મૂળ પદ

અનુભવીને અંતરે ઉત્‍સાહ ભારી રે

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી