ધન્ય ધન્ય સોરઠમાં સોયામણીરે૧/૪

૨૭૦થી ૧/૪ રાગ ગરબી

કોડે કોડે એકાદશી એ રાગ
ધન્ય ધન્ય સોરઠમાં સોયામણીરે નદી ઓઝત મહા રળિયામણી રે
પીપલાણુ છે પુર જેના તીરમાં રે હરિ નાયા છે ખુબ જેનાનીરમાં રે. ધન્ય. ૧
જેનો મહીમા મુનિશ્વર ગાય છે રે નદી વિશ્વવીસે વખાણાય છે રે. ધન્ય. ર
જેમાં પ્રગટ પ્રભુએ સત્સંગમાં જળક્રિડા કરી છે ઉછરંગમાં રે. ધન્ય. ૩
એવી ઓઝત નદી વખાણાય છે રે સુર મુનિનાં ચિત્ત ત્યાં તણાય છેરે. ધન્ય ૪
જગદીશ કહે દેવ જેમાં દેહથીરે શિવ બ્રહ્માદિ નાય નિત્ય સ્નેહથી રે. ધન્ય પ

મૂળ પદ

ધન્ય ધન્ય સોરઠમાં સોયામણીરે

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી