અગત્રાઇએઆવી અલબેલરે સંતપતિ શોભે રે૧/૨

 ૨૮૬ ૧/૨ રાગ ગરબી

અલબેલાજી પ્રાણ આધાર રે તમપર વારી રે એ રાગ
અગત્રાઇએઆવી અલબેલરે સંતપતિ શોભે રે
વાલે વાળી છે રંગડાની રેલ રે અતિ એહ ગામે રે.           ૧
કર્યો ઉતસવ સમૈયા અપાર રે પ્રભુજીએ ત્યાંહી રે
તેતો કરાવનાર નિજદ્વાર રે પરવતભાઇ રે.                     ર
ભીમભાઇએ પણ ઉત્સવ અનેક રે એમ કરાવ્યા રે
ધરીશ્રીજી ચરણ દ્રઢ ટેક રે પ્રભુને પધરાવ્યા રે.               ૩
આજ મંદિર શોભે છે અનુપ રે ત્યાં ઘનશ્યામ રે
કરી લીલા મહાસુખરૂપ રે પૂરણ કામે રે.                         ૪
કર્યો જનમાષ્ટમીનો કૃપાળે રે ઉત્સવ ભારે રે
ખાંતે ઉડાડયો ખુબ ગુલાલ રે પૂરણ પ્યારે રે.                  પ
ત્રણસેને સમાધી તેહ ઠામ રે કરાવી અતિ પ્રીતે રે
જોઇ સર્વે તે અક્ષરધામ રે આવ્યા શુભ રીતે રે.               ૬
નદી તીરે આંબો છે રસાળરે ધોળીયો નામે રે
સભા કરીને દીન દયાળ રે બિરાજતા તે ઠામે રે.             ૭
તીયાં સમાધીયું અગણીતરે કરાવી મહારાજે રે
સુણો જગદીશાનંદ ખચિત્તરે મુર્છત થયો આજે રે.            ૮
 

મૂળ પદ

અગત્રાઇએઆવી અલબેલરે સંતપતિ શોભે રે

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી