અતિ ઘણી પર્ણકુટી પ્રિય લાગે રે, ૧/૧

 ૩૧૨ ૧/૧ રાગ ગરબી

નારાયણ નામ લેને તુ પ્રાણીરે એ રાગ
અતિ ઘણી પર્ણકુટી પ્રિય લાગે રે, તુચ્છ અમર ભુવન એની આગે.      અતિ. ટેક.
વિધાત્રાનંદ સ્વામી જ્યાં વસતા રે, કરી વ્રત જપ તપ તન કસતા રે,
જાણે યોગ કળાના જે રસ્તા.                                                                અતિ. ૧
જ્ઞાન ધ્યાનનો જ્યાં છે અખાડો રે, કરે ઉદ્યમ એ રાત દહાડો રે,
એવો દુનીયામાં પુરુષ દેખાડો.                                                             અતિ. ર
વાગે વાતુના નિત્ય ઝપાટા રે જેમાં ઉઘડે અજ્ઞાન કપાટા રે
સુણી ન ગમે બીજા ગપાટા.                                                                અતિ. ૩
જયાં ચરીત્ર ગવાય પ્રભુનાં રે, અક્ષરાતીત વિશ્વ વિભુનાં રે
ધન્ય ભાગ્ય માનું હું એ ભુનાં.                                                              અતિ. ૪
એ ભુમીકા છે બહુ બળવાન રે, નિત્યે થાય જ્યાં જ્ઞાન ને ધ્યાન રે,
ત્યાં બીરાજે પ્રગટ ભગવાન.                                                               અતિ. પ
જે ત્યાં જઇને વિશ્રામ કરે છે રે ઉર ધ્યાન હરિનું ધરે છેરે,
તેનું અંતર નિશ્ચે ઠરે છે.                                                                       અતિ. ૬
ધન્ય ધન્ય અતિ ધન્ય ધરણી રે, હરિજનનાં છે પાતક હરણી રે,
એનો મહિમા શકુ કેમ વરણી.                                                              અતિ. ૭
હરિજન સહુ અહોનિશ રે, જ્યાં આવી નમાવે છે શીશ રે
ધન્ય ભાગ્ય કહે જગદીશ.                                                                    અતિ. ૮

મૂળ પદ

અતિ ઘણી પર્ણકુટી પ્રિય લાગે રે,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી