અતિ સ્નેહ સંગાથ, નટવર નાથ, નેણાંમાં રાખશુજી નેણાંમાં રાખશુજી૨/૨

 ૩૨૪ ૨/૨

અતિ સ્નેહ સંગાથ, નટવર નાથ, નેણાંમાં રાખશુજી નેણાંમાં રાખશુજી.                     ટેક
નેણાંમાં રાખી ઉમર આખી ભયહર ભગવાન તવ ગુણગાન ભાવેથી ભાખશુજી.         
મુરતી તમારી ઉરમાં ઉતારી હરિરસને હંમેશ, હે પરમેશ સ્નેહે ચાખશુંજી.                  
એ રસ ભારે હરખ વધારે એનો સ્વાદ સદાય, પ્રિયજનમાંય સુભ કહી દાખશુંજી.        
ચરણ તમારા પ્રીતમ પ્યારા સુખસાગર શ્યામ, મહાસુખધામ ઉર અભીલાખસુજી.     
મોહન માવા સુખ બહુ થાવા તવ ચરણ સરોજ, હેતે હરિજન અંતરે દાખશુજી.           
અંતરધારી શ્રી અવતારી તન મન જગદીશ, કહે અહોનિશ સહુ વારી નાખશુજી.        
 

મૂળ પદ

મારા ઉરમાં નિવાસ હે અવિનાશ અવિચળ ધારશોજી

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી