બલિહારી શોભે છે, રૂડી બોરડી રે, રાજકોટ વિષે છે ચિત્ત ચોરડી રે. ૧/૧

૩૨૫ ૧/૧ રાગ-ગરબી

કોડે કોડે એકાદશી કીજીએ રે એ રાગ

બલિહારી શોભે છે, રૂડી બોરડી રે, રાજકોટ વિષે છે ચિત્ત ચોરડી રે. બલી.

જેનો છત્ર સમાન આધાર છે રે, જેના ઉપર જનોને બહુ પ્યાર છે રે. ૧

ચારે કોર ફેલાણી ઘણી ડાળીયોરે, ભારે ભભક ભરેલી ભલી ભાળીઓ રે. ર

જેમાં કાંટો એકય મળે નહિ રે, કેળ જેવી કોમળ શોભે સહી રે. ૩

જેનું કારણ શરીર બળી ગયું રે, જન્મ મૃત્યુ તેનું તો ટળી ગયું રે. ૪

ધામ અક્ષરની તુલ્યએ ગણાય છે રે, જેમાં ચિત્ત સમસ્તનાં તણાય છે રે. પ

ત્રણ દિવસ રહ્યા પ્રભુ તેની તળે રે, જેનાં દરશનથી પાપ બધાય બળે રે. ૬

જીયાં બેઠક અનુપમ છે બણી રે, જેની રચના દીસે છે રળિયામણી રે. ૭

જગદીશ કહે ધન્ય એ વૃક્ષને રે, થયું ઉપયોગી પ્રભુ પ્રત્યક્ષને રે. ૮

મૂળ પદ

બલિહારી શોભે છે, રૂડી બોરડી રે, રાજકોટ વિષે છે ચિત્ત ચોરડી રે.

મળતા રાગ

કોડે કોડે એકાદશી કીજીએ રે

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી