આવો હરિ આવો, મનડે ભાવો રંગ જમાવો, સૌને હૈયે વિઘન હટાવો, ૧/૧

 

આવો હરિ આવો, મનડે ભાવો, રંગ જમાવો, સૌને હૈયે, 
વિઘન હટાવો, સૌને નચાવો, ઉમંગ જગાવો, સૌને હેયે, 
સુખના સાગર, અમારે ખાતર, રહેજો હાજર, સૌને હૈયે, 
હરિ વર મારા, ઝાલીને અમકર, પુરજો પાવર, સૌને હૈયે..
પ્રીતમ પ્યારો, ધર્મ દુલારો, હરિ અમારો, આવ્યા ઘેરે, 
સહુથી ન્યારો, સુખ દેનારો, દુઃખ લેનારો, આવ્યા ઘેરે, 
સહુ અવતારો, એ ધરનારો, સર્વાધારો, આવ્યા ઘેરે, 
જ્ઞાનનો પ્યારો, પ્રાણ અમારો, પ્રેમ દેનારો, આવ્યા ઘેરે..
ફાવ્યા રે ફાવ્યા, પ્રીતમ આવ્યા, રંગ જમાવ્યા, સહુને હૈયે, 
હૈડે ભાવ્યા, સ્નેહે વધાવ્યા, ભલે રે આવ્યા, સહુને હૈયે, 
રાસ રચાવ્યા, સહુને નચાવ્યા, રંગ રેલાવ્યા, સહુને હૈયે, 
જ્ઞાન સુણાવ્યા, મોહ હટાવ્યા, તેજ ફેલાવ્યા, સહુને હૈયે..
વાહ મારા વ્હાલા, દીન દયાલા, કેવા કૃપાલા, છોજી તમે, 
નરકના કુંડો, કર્યા છે ઠાલા, મહા દયાલા, છોજીતમે, 
હે મતવાલા, માણકીવાલા, વડતાલવાળા, છોજી તમે
જ્ઞાન કહે વ્હાલા, કરુ કાલાવાલા, અતિશે વ્હાલા, છોજી તમે..
આત્માને અક્ષર, માની નિરંતર, મૂર્તિને અંદર, રાખો રાખો, 
પછી સદંતર, વૃત્તિ તો અંતર, રાખીને મંતર, ભાખો ભાખો, 
મહા દુઃખદાયા, અંદરની માયા, ભજી જગરાયા, ટાળો ટાળો, 
કહે જ્ઞાન આયા, જન્માવે માયા, કારણ તે કાયા, બાળો બાળો..
હસતું મુખડંુ, ટાળે છે દુઃખડું, આપે છે સુખડું, શ્રીજી સદા, 
પાયે રે પડું, ભાગ્ય છે વડંુ, ઘાટ શું ઘડું, શ્રીજી સદા, 
ધડ ધડ ધડુ, શત્રુથી લડંુ, પાછો ન પડું, શ્રીજી સદા, 
તમારું મુખડું, હૈયામાં જડું, જ્ઞાનને ઘડું શ્રીજી સદા..
શ્રીજીને સંગે, સંત પ્રસંગે, આજ ઉમંગે, નાચો નાચો, 
ભકતોને સંગે, મહા ઉમંગે, અંગો રે અંગે, નાચો નાચો, 
કથા પ્રસંગે, અતિ ઉમંગે, રંગે ને ચંગે, નાચો નાચો, 
આજ અભંગે, પ્રેમીને સંગે, આ સત્સંગે, નાચો નાચો..
ધર્મને પાળ્યો, પ્રેમે પળાવ્યો, અધર્મ ટાળ્યો, ફરી ફરી, 
કામને બાળ્યો, ક્રોધને ગાળ્યો, લોભને ટાળ્યો, દયા કરી, 
સત્સંગ માળ્યો, મોહ ઓગાળ્યો, આનંદ વાળ્યો, ફરી ફરી, 

મૂળ પદ

આવો હરિ આવો, મનડે ભાવો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી