આવું રૂડું નામ, રટો આઠો જામ કરશે બધા કામ, મારો વાલો રીજી ૧/૧

 

આવું રૂડું નામ, રટો આઠો જામ, કરશે બધા કામ, મારો વાલો રીજી, 
અરીનું ટળે ઠામ, થવાશે અકામ, મળશે ઘનશ્યામ, મારો વાલો રીજી, 
શ્રી હરિનું નામ, જપોને તમામ, દેશે ધન ધામ, મારો વાલો રીજી, 
જપતા આવું નામ, સરશે સહુ કામ, દેશે અક્ષરધામ, મારો વાલો રીજી..
આવો રે આવો, શું શરમાવો, લઇ લો લ્હાવો, નાચી કુદી, 
ગાવો રે ગાવો, મહામંત્ર આવો, લાજ હટાવો, નાચી કુદી, 
મોંઘેરો માવો, ફૂલડે વધાવો, રંગ ઉડાડો, નાચી કુદી, 
કહે જ્ઞાન આવો, સત્સંગી થાઓ, અક્ષરમાં જાઓ, નાચી કુદી..
સ્વામિનારાયણ મહા રે મંત્ર, દ્વિશતાબ્દીને, ઉજવો ઉજવો, 
સ્વામિનારાયણ સર્વોપરિ હરિ, સહજાનંદને, રીજવો રીજવો, 
સહજાનંદી, સિંહ બનીને, સત્સંગી વેષને, ભજવો ભજવો, 
જ્ઞાનજીવન કહે, પામીને સત્સંગ, સંસારી મોહને, તજવો તજવો..

મૂળ પદ

આવું રૂડું નામ, રટો આઠો જામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી