ગણપતિ દેવ હરિ વિઘનહર, ગણપતિ દેવ હરિ૪/૪

પદ ૪/૪ ૧૨૫
 
ગણપતિ દેવ હરિ વિઘનહર, ગણપતિ દેવ હરિ.  ટેક.
વિભૂતિ અવતાર પ્રભુ કે, નિરખીયે નેણ ભરી.  વિઘનહર ૧
ભાદરવા સુદ ચોથને દિવસે, પૂજવા પ્રેમે કરી.  વિઘનહર ર
શંભુ સુતના ગુણ જાણી, રહી શુદ્ધિ બુદ્ધિ વરી.  વિઘનહર ૩
મુક્તાનંદ કહે ગણપતિ પૂજે, રહે સર્વ કાજ સરી.  વિઘનહર ૪ 

 

મૂળ પદ

ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી